આ 14 વર્ષના આ ગુજરાતી છોકરાએ એક એવું કાર્ય કર્યું અને તેને મળ્યો 5 કરોડનો પ્રોજેક્ટ

Views

વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૭ ગયા વર્ષે સરકાર દ્વારા કરોડોનું મૂડી રોકાણ કરવામાં આવ્યું , અને નવાઈ ની વાત એ છે કે તે એક ગુજરાતી ૧૪ વર્ષના નાના બાળક સાથે, આ સમાચાર એકદમ આશ્ચર્ય જનક લાગી રહ્યા છે પણ આ સત્ય હકીકત છે. આ નાનકડો છોકરો પોતાના મગજથી અત્યારે દુનિયાને હલાવી રહ્યો છે અને તે અત્યારે અમદાવાદ જ રહે છે. સરકારે આ છોકરા સાથે મળીને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ માટે પાંચ કરોડના એમઓયુ સાઇન કર્યા છે, આ એમઓયુ જમીનમાં અંદર પણ ડ્રોન વડે માઈન શોધવા માટે બનાવામાં આવેલા છે. ત્યાં હાજર દરેક લોકોએ જ્યારે આ છોકરા સાથે આ એમઓયુ સાઇન કરવામાં આવ્યા ત્યારે સૌને ખુબ જ નવાઈ લાગી હતી.

જાણો શું ખાસિયત છે આ છોકરાએ તૈયાર કરેલ ડ્રોનમાં  :

અમદાવાદના બાપુનગર પાસે રહેતા ફક્ત ૧૪ જ વર્ષના હરવદન ઝાલાએ તો ગુજરાત સરકાર જોડે એમઓયુ પણ સાઈન કર્યા છે. આ એમઓયુ તેણે જાતે બનાયેલા ડ્રોનની મદદથી જમીનમાંથી માઈન શોધવા માટે કર્યા છે. અને આ એમઓયથી દરેક વ્યક્તિ નવાઈ પામી રહ્યા છે. આ છોકરાએ જે ડ્રોન બનાવ્યું છે તેનાથી લેન્ડ માઈન્સ પણ શોધી શકાશે અને તેને ફરી પાછા ડિફ્યુઝ પણ કરી શકાય છે. અત્યારે તો આ છોકરો ફક્ત ધોરણ 10 માં જ ભણી રહ્યો છે અને અત્યારે તે બોર્ડ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. તેની ઉંમર સાવ નાની છે છ્તા પણ હર્ષવર્ધને આ શોધ કરી છે અને ભવિષ્યમાં તેની ઈચ્છા આની ફેક્ટરી બનાવવાની છે એવી તે વિચાર કરી રહ્યો છે. તે આ પ્રોટો ટાઇપ લેન્ડ માઇન્સ ડિટેક્ટિંગના ડ્રોન બનાવવાની મહેનત 2016 થી કરી રહ્યો છે અને હવે તે સફળ થયો છે. હર્ષવર્ધનના પપ્પા એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરે છે તેના પિતાનું નામ પ્ર્દ્યુમન સિંહ ઝાલા છે ને તેની માતા હાઉસ વાઈફ છે અને માતાનું નામ નિશાબા ઝાલા છે.

હર્ષવર્ધને બનાવેલા ડ્રોનની કિંમત લાખોમાં છે  :

હર્ષવર્ધન જે ત્રણ ડ્રોન બનાવ્યા છે તેની કિંમત કુલ 5 લાખ રૂપિયા છે. અને તે પૈકી 2 પ્રોટોટાઇપ્સ ડ્રોનની પાછળ જ 2 લાખ રૂપિયા તો ખર્ચ થઇ ગયો છે. અને આ 5 લાખમાંથી 2 લાખનો ખર્ચ તેના માતા પિતાએ કર્યો છે અને બીજા 3 લાખનો ખર્ચ ગુજરાત સરકારે પોતે જ ભોગવ્યો છે.
કેમ એને આટલી નાની ઉંમરમાં આવો અફલાતૂન વિચાર આવ્યો ?
હર્ષે એમ જણાવ્યું કે એકવાર જયારે તે પોતે ટી.વી જોઈ રહ્યો હતો કે જમીનમાં રહેલ માઇન્સના લીધે જવાનને ઘણી તકલીફ પડી રહી હતી. અને આ સક્રિય માઇન્સ ને જો નિષ્ક્રિય કરવા હોય તો તેના માટે જીવ પણ ગુમાવવો પડતો હોય છે. અને તે સમયે જ પોતાને એવું બનાવવાનું વિચાર આવ્યો કે જેથી કોઈને જીવ ના ખોવો પડે. અને પોતે બનાવેલા અલગ અલગ પ્રકારના જે ડ્રોન બનાવ્યા છે તેની ખાસિયત છે કે આ ડ્રોન વડે જમીનમાં રહેલા માઇન્સનું લોકેશન પણ મેળવી શકાય છે.
આ સમિટની ખાસિયત એ છે કે આ વખતે એવા લોકોની જ શોધ થઇ હતી જેમને કૈક કંઈક નવી શોધ કરી હોય. અને એમાં એક સેમિનાર પણ યોજાયો હતો. અને તેમાં જો આવા સાહસિકોને કોઈ તકલીફ હોય તો સરકારે તેને દૂર કરવાનું વિચાર્યું હતું અને એમાં આપણાં ગુજરાતનાં હર્ષવર્ધન અને બીજા નવ આવા સાહસિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અને જે ઘણા ગર્વની વાત કહેવાય.

No comments