વેલકમ 2019ઃ ઓકલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષના સેલિબ્રેશનની શરૂઆત, જુઓ તસવીરો

Views

2019ના સ્વાગત માટે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આખા વિશ્વમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય સમય અનુસાર, સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં (લોકલ ટાઇમ 12 વાગ્યે) ન્યૂયરનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે. આ પ્રસંગે પારંપરિક અંદાજમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સિડની, સાઉથ કોરિયા, જાપાનમાં પણ 2019નું સ્વાગત થશે. ન્યૂઝીલેન્ડનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે આ માટે દર વખતે સૌથી પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન અહીં જ થાય છે.

ટીવી સ્ક્રિન પર લાઇવ તસવીરો જોશે

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હાર્બર બ્રિજ, હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર દર વર્ષની માફક આતશબાજી કરવામાં આવશે. અમેરિકાના બોલ ડ્રોપની માફક ચીનના ચોન્ગઇંગ શહેરમાં સાંજે 6 વાગ્યે ઐતિહાસિક વોટરફોર્ડ ક્રિસ્ટલ બોલનું બટન દબાવવાની સાથે 60 સેકન્ડની ઉંધી ગણતરી શરૂ થશે.
સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગમાં અંદાજિત 80 હજાર લોકો પારંપરિક રીતે નવા વર્ષનું સ્વાગત કરશે. દુબઇમાં પણ અનેક સ્થળોએ ટીવી સ્ક્રિન લગાવવામાં આવ્યા છે, જેના ઉપર લોકો આરબ અને વિશ્વમાં વર્ષ 2019ની ઉજવણીની લાઇવ તસવીરો જોઇ શકશે.
ટાઇમ્સ સ્ક્વેરની ઉજવણી માટે લોકોની ભીડ

ન્યૂયોર્ક ટાઇમ્સ સ્ક્વેર પર રાત્રે 12 વાગ્યે બોલ ડ્રોપ ઇવેન્ટ સાથે જ નવા વર્ષની શરૂઆત થશે. અમેરિકામાં આ ઇવેન્ટ ખૂબ જ પોપ્યુલર છે અને મોટી સંખ્યામાં લોકો 31 ડિસેમ્બરની રાત્રે બોલ ડ્રોપ જોવા માટે ટાઇમ્સ સ્ક્વેર પર પહોંચે છે. નવા વર્ષની ઉંધી ગણતરી શરૂ થતાં જ બોલ ઉપરથી નીચેની તરફ આવે છે.
કેવી રીતે શરૂ થયું નવા વર્ષ પર બોલ ડ્રોપ?

18મી સદીમાં પોર્ટ પર દરરોજ એક નિશ્ચિત સમયે તેના ઉપર એક પ્રકારનો બોલ ડ્રોપ કરવામાં આવતો હતો. આનાથી નાવિકોને સિગ્નલ મળી જતી હતી અને તેઓ પોતાની ઘડિયાળનો સમય સેટ કરી લેતા હતા.
1907થી ન્યૂયોર્ક ટાઇમ્સે ન્યૂયર સેલિબ્રેશન શરૂ કર્યુ. આતશબાજીની રાખથી લોકો પરેશાન થવા લાગ્યા તો વિચાર આવ્યો કે, આતશબાજી ઓછી કરવામાં આવે અને નવા વર્ષની શરૂઆતના સિમ્બોલ તરીકે ટાઇમ બોલ ડ્રોપ કરવામાં આવે. આ ઇવેન્ટ થોડાં જ વર્ષોમાં પોપ્યુલર થઇ ગઇ.

No comments