૮૧ વર્ષ ના થઇ ગયા છે કોમેડિયન 'કાદર ખાન' હવે દેખાય છે આવા.

Views
કાદર ખાન નો અભિનય કરિયર ઘણો શાનદાર રહ્યો છે.ફિલ્મ માં આવ્યા પહેલા તે પ્રોફેસર હતા. કહેવાય છે કે કાદર ખાન નું બાળપણ ઘણી ગરીબી માં વીત્યું છે. એકવાર તેની મમ્મી એ તેને કહ્યું હતું કે જો ગરીબી ને હટાવી હોય તો ભણતર પૂરું કરવું પડે. પોતાની મમ્મી ની આ વાત સાંભળ્યા પછી તેણે ભણતર માં ખુબ ધ્યાન રાખ્યું અને તે પ્રોફેસર બની ગયા.
કહેવાય છે કે કાદર ખાન ને આ વાત નો જરા પણ ખ્યાલ ન હતો કે તે એક દિવસ ભારતીય સિનેમા જગત ના સૌથી પ્રચલિત કોમેડિયન તરીકે સામે આવશે. કાદર ખાન ને અભિનય કરવાનો શોખ હતો. પરંતુ તે એક શિક્ષક ની જિંદગી થી ઘણા ખુશ હતા. એક વખત તે કોલેજ ના એન્યુઅલ ફંકશન માં અભિનય કરી રહ્યા હતા ત્યારે દિલીપ કુમારે તેને જોઈ લીધા અને ત્યાર પછી તેણે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી માં પગ મુક્યો.
કાદર ખાને વર્ષ ૧૯૭૩ થી ફિલ્મ ડાગ થી પોતાના કરિયર ની શરૂઆત કરી. શરૂઆત ના દિવસો માં કાદર ખાન ફિલ્મ માં વિલન નો રોલ કર્યા કરતા હતા.પરંતુ પોતાના છોકરા ના કહેવા થી તેમણે વિલન નો રોલ મૂકી દીધો અને ત્યારપછી તેમણે કોમેડી કરવાનું શરૂ કરી દીધું.
કાદર ખાન ના ૮૧ માં જન્મદિવસે તેમેને કમેન્ટ કરીને બધાઈ જરૂર આપજો.