ગુજરાતી ગર્લ નીલાંશી પટેલે લાંબા વાળને કારણે ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડ’માં મેળવ્યું સ્થાન, જાણો કેટલા ફૂટ લાંબા છે વાળ

Views

સાયરા ગામની નીલાંશી પટેલે ગુજરાતની સાથે-સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. નીલાંશી ધોરણ-11માં અભ્યાસ કરે છે. નીલાંશીએ તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 5.7 ફૂટ લાંબા વાળ બદલ નીલાંશીને ગિનિસ બુકનું સર્ટિફિકેટ મળ્યું છે. ઈટાલીના રોમ ખાતે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરીનું સર્ટિફિકેટ ગિનિસ બુકના જજે નીલાંશીને આપ્યું હતું.


નીલાંશીએ છ વર્ષની ઉંમરથી પોતાના વાળ વધારવાની શરૂઆત કરી હતી. હાલ તેની ઉંમર 16 વર્ષની છે. છ વર્ષની ઉંમરે વાળ કપાવતી વખતે વાળ ખરાબ થઈ જતાં નીલાંશીએ ભવિષ્યમાં ક્યારેય વાળ નહીં કપાવવાનો નિર્ણય લીધો હતો.


નીલાંશી અઠવાડિયામાં એક વખત તેના વાળને વોશ કરે છે. વોશ કર્યાં બાદ વાળને સુકાવવા માટે અડધો કલાક અને તેને કોમ્બ કરવા માટે એક કલાક લાગે છે. બહાર જતી વખતે તેમજ ટેબલ ટેનિસ રમતી વખતે નીલાંશી તેના વાળને બાંધીને રાખે છે.


નીલાંશીએ કહ્યું હતું કે, મોટા વાળને કારણે તેને ક્યારેય કોઈ મુશ્કેલી નથી પડી. તેના લાંબા વાળ તેના માટે ખૂબ જ ભાગ્યશાળી છે.મારા મિત્રો મને એન્જલ કહે છે. તેને તેના વાળ પર ગર્વ છે. વર્લ્ડ રેકોર્ડ જીતવાને કારણે તે ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત છે. રેકોર્ડ જીતવાની સાથે નીલાંશીએ યુવતીઓ અને મહિલાઓને એક સંદેશ આપ્યો હતો કે, તેમના વાળ તેમની શોભા છે, સમસ્યા નહીં.

No comments