આ ગામમાં છે મનુષ્ય અને સાંપની પાક્કી દોસ્તી – તો આવી રીતે બંને સંબંધ નિભાવે છે…

Views
મોટાભાગના લોકો સાંપને જુએ તો ડરી જતા હોય છે. ઘરમાં સાંપ આવી જાય તો ઘરની અંદર જતા ડરતા હોય છે. પણ એક એવી વાત છે જે જાણીને તમે નવાઈ પામશો. આ ઈતિહાસ છે ૩૦૦ વર્ષોથી પણ જુનો પુરાણો અને અહીં સાંપને લીધે કોઇનું મૃત્યુ નથી થયું. તો જાણો આવી જ રસપ્રદ વાત આજના આર્ટીકલમાં.
સાંપને જોઈને ઘણાનું ધોતિયું ઢીલું થઇ જાય છે ત્યારે એક વાત છે જે વિચારમાં મૂકી દે એવી છે. હરિયાણાની આ વાત જાણીને તમે ચકિત થઇ જશો. હરિયાણાના રોહતક ગામ રોહેડામાં સાંપ અને માણસ વચ્ચે જબરદસ્ત દોસ્તી જોવા મળે છે. આ ગામમાં ક્યારેય સાંપને મારવામાં નથી આવતો અને સાંપના ડંખથી કોઈનું મૃત્યુ પણ ક્યારેય નથી થયું.
દરેક ગામની રીતભાત અલગ-અલગ હોય છે. એમ, આ ગામના સરપંચની વાત મુજબ અંદાજ લગાડી શકાય કે અહીં ૩૦૦ વર્ષથી જુનો આ ઈતિહાસ છે, જેમાં સાંપ અને મનુષ્ય વચ્ચે દોસ્તી જોવા મળે છે. એટલે તો અહીં સાંપને મારવામાં નથી આવતો.
જુના સમયનો ઈતિહાસ બોલે છે કે, ૩૦૦ વર્ષ પહેલા કુંડુ ગૌત્રના વડીલો ઘોઘડીયામાં ગામમાં આવીને વસ્યા હતા. આ અખતે એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો હતો. એ સમયમાં કહેવાય છે કે, મહિલાએ બાળક સાથે એક સાંપને પણ જન્મ આપ્યો હતો. ત્યાર પછી મહિલાએ સાંપને પણ
બાળકની જેમ ઉછેર કર્યો હતો. અહીંથી આ વાતનો ઈતિહાસ બન્યો.
એ પછી તો ખેતરમાં સાંપ અને બાળક બંને એકસાથે રમતા હતા. જે મહિલાના ભાઈએ જોયું તો એ તેને એવું લાગ્યું કે આ સાંપ બાળકને નુકસાન કરશે એટલે ડરીને તેને સાંપને મારી નાખ્યો. સાંપ જેવો મરી ગયો કે બાળક પણ થોડા સમયમાં મરી ગયું. આથી મહિલા એકદમ ક્રોધિત થઇ અને સાંપ તેમજ બાળક બંનેના મારવાનો દોષ મહિલાના ભાઈ પર લાગી ગયો.
આ પછી મહિલાએ ભાઈને શ્રાપ આપ્યો અને કહ્યું “હવે તારૂ જયારે મારા ઘરમાં આગમન થશે ત્યારે ખાવા-પીવાનું નહીં મળે.” ત્યારથી અહીં કોઈને સાંપનો ભૂલથી પણડંખ લગાડે તો એ દિવસે મહેમાન અથવા ભિખારીને ખાવા દેવામાં આવતું નથી.
સરપંચ જણાવે છે કે, અહીંનો ઈતિહાસ ૩૦૦ વર્ષથી જુનો છે અને એક રેકોર્ડ છે કે કોઇપણ વ્યક્તિનું સાંપના ડંખને કારણે મૃત્યું થયું નથી. નાગદેવતાના મંદિર પર દર ત્રણ વર્ષે ભાદરવા માસની પાંચમના દિવસે બહુ મોટો ભંડારો કરવામાં આવે છે. ત્યારે એ સમયે પેદા થયેલ બાળકોને સામેલ કરવામાં આવે છે.
હરિયાણા પાસેના ગામની આ ઘટના એકદમ નવી છે. કદાચ આવું બીજું કોઇ ગામ નહીં હોય જ્યાં આ મુજબ સાંપનું મહત્વ જોવા મળે છે. એટલે તો કહેવાય છે ને ભારત જેવો દેશ બીજો કોઈ થાય નહીં. ભારતની ધરતી અચરજ પમાડે અને કુતુહલ સર્જે તેવા પરાક્રમોથી ભરેલી છે. વિચારો!! પશુ-પ્રાણી-જાનવર સાથે જો આટલી દોસ્તી કેળવાતી હોય તો માણસો સાથેનો સંબંધ કેટલો મજબુત હશે.
ધાર્મિક સંસ્કૃતિની ઊંડી છાપ ધરાવતી હોય એવી જમીન અને એ જમીન પર વસતા લોકો ભારતને હંમેશા ચળકતું રાખે છે. આ ૩૦૦ વર્ષ જુનો આ ઈતિહાસ સાબિત કરીને જણાવે છે કે દોસ્તી માત્ર મનુષ્ય સાથે જ નહીં ઇચ્છીએ તો જાનવર અને સાંપ સાથે પણ કરી શકાય છે. બસ, સાચા ભાવથી નિભાવવી જોઈએ.

No comments