ઈશા અંબાણીના મેરેજમાં 'ઓસમાણ મીરે' આપ્યું હતું જોરદાર પરફોર્મન્સ, તસવીર શેર કરી લખ્યું આમ, જાણો વિગત

Views

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી 12 ડિસેમ્બરે અનંત પિરામલ સાથે લગ્નના બંધને બંધાઈ હતી. ઉદયપુરમાં પ્રી વેડિંગ બાદ એન્ટિલિયામાં શાહી લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.


ફિલ્મ રામલીલામાં ‘મારું મન મોર બની થનગનાટ કરે.....’થી દેશ-વિદેશમાં જાણીતા થયેલા ગુજરાતી સિંગર ઓસમાણ મીરે ઈશા અંબાણીના લગ્નમાં પણ પરફોર્મ કર્યું હતું. આ અંગેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.


ઓસમાણ મીરે તસવીરો શેર કરીને લખ્યું કે, એન્ટિલિયામાં યોજાયેલા ઈશા અંબાણીના શાહી લગ્નમાં પરફોર્મ કરવા મળ્યું તેની ખૂબ ખુશી છે. લગ્ન સમારંભ દરમિયાન અનેક લેજેન્ડ્સને મળ્યો, ખરેખર તે અદભૂત ફંકશન હતું. નવપરણિત કપલને ભગવાન ખુશ રાખે અને અભિનંદન.


ઓસમાણ મીરે અમિતાભ બચ્ચન સાથેની શેર કરેલી તસવીર


ઓસમાણ મીરે શેર કરેલી તસવીરોનો સ્ક્રીનશોટ.


ઓસમાણ મીર ટ્વિટર એકાઉન્ટ

ભારત અને વિશ્વની તમામ ઘટનાઓ જેવી કે, રાજકીય, ખેલ , ધંધો, મનોરંજન, નોકરી અને પ્રેરણાદાયક આકર્ષક લેખો વાંચવા માટે 'Update Mind' એકાઉન્ટ ને 'Follow' કરો

નોંધ - ‘Update Mind’ ફેસબુક Page ખોલો અને Like કરો પછી નીચે આપેલા ૩ Step પ્રમાણે સેટિંગ કરો. એટલે આવી સરસ મજાની પોસ્ટ અને લેખ સૌથી પહેલા જોવા મળશે.

નીચે ‘SCREEN SHOT’ માં જણાવ્યા મુજબ આપણા પેજ ને ‘See First’ કરી દેજો.No comments