રોહિત શેટ્ટીના પિતાના નિધન પછી તેણે ખુબ જ ઝર્યું સંઘર્ષ, તેણે પ્રથમ સેલેરી રૂપે મેળવ્યા હતા ફક્ત 35 રૂપિયા

Views
રોહિત શેટ્ટીની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે તેણે કોલેજ ફક્ત 17 જ વર્ષની ઉમરે છોડી દીધી હતી , અને કમાવા લાગ્યો હતો
જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટી એક જાણીતા સ્ટંટમેન અને વિલન એમબી શેટ્ટીના દીકરા છે. રોહિતે પિતાનું નિધન તેના બાળપણમાં જ થઇ ગઈ હતી માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. રોહિતની ઉંમર તે સમયે ટીનેજરની હતી અને તેનો કોલેજનો અભ્યાસ પણ પૂરો નતો થયો. તેણે પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે પોતાનું ભણવાનું મૂકી દીધું હતું. રોહિતની માતાએ રોહિત અને પોતાની બે દીકરીઓને મોટી કરવામાં પણ ઘણો સંઘર્ષ કર્યો હતો.

રોહિતે જણાવી તેની લાઈફની સ્ટોરી

રોહિત પોતાના સંઘર્ષ વિષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,” જ્યારે પોતે કામ કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે તેને ઘર ચલાવવા માટે પૈસા કમાવવા હતા. તેણે કોલેજ છોડી દીધી કારણ કે પુસ્તકો અને કપડા માટે પણ તેની પાસે નહતા. મને ખબર નહોતી કે આ બધી વસ્તુઓ કોણ આપશે. માટે મે કામ કરવાનું અને પૈસા કમાવવાનું ચાલુ કરી દીધું. મને યાદ છે કે તેણે પ્રથમ કામના 35 રૂપિયા મેળવ્યા હતા “
રોહિતે એવું જણાવ્યું કે,” હું ભાગ્યશાળી બાળક છું એવું મારી બહેનો કહે છે. અને આ પ્રકારનું જીવન મેળવવું ખુબ જ અઘરું છે. અને તે એમ નથી કેતો કે તે પોતે મહાન છે. રોહિતની ફિલ્મો ખુબ જ સારી હોય છે માટે લોકોને તે ગમે છે અને તે પોતે નથી જાણતો કેમ લોકોને તે આટલો પસંદ છે . તેને આ એક જાદુ જેવું લાગે છે. તેને પોતાના ફેન્સ અને મીડિયા ખુબ જ પ્રેમ કરે છે .”
રોહિતે જયારે ફક્ત 17 વર્ષનો હતો ત્યારે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું.
અત્યારે રોહિત શેટ્ટી 44 વર્ષનો છે અને તેણે ‘ગોલમાલ’ સીરિઝ, ‘દિલવાલે’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’, ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ અને ‘બોલ બચ્ચન’ જેવી ફિલ્મો બનાવી છે. અને તેને પહેલીવાર રણવિર સિંહ સાથે  ‘સિમ્બા’ ફિલ્મ સાથે તે એન્ટ્રી કરી રહ્યો છે.
રોહિત શેટ્ટી ખુબ જ પોપ્યુલર રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ના હોસ્ટ તરીકે પણ કામ કરે છે .

No comments