સલમાન ખાનના લાઈફ સિક્રેટ આવ્યા બહાર – હમણાં બર્થડે હતો એટલે બધું ખોલ્યું..

Views
બોલીવુડના અતિ ફેમસ એવા સલમાનખાને હમણાં નજીકના દિવસો પહેલા જ તેનો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. બોલીવુડના “ભાઈજાન”ના બર્થડે પર તેના ફેન પણ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. સલમાનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર શુભેચ્છાનો ઢગલો અને ફૂલ થ્રો રહ્યો હતો. એમ, સલમાન ૫૩ વર્ષનો થઇ ગયો છે.
આજે પણ સલમાનની ફિલ્મો જોવા માટે લોકો થીયેટરમાં ઉમટી પડે છે અને અગાઉના ફિલ્મોની વાત કરીએ તો ઘરમાં આજે પણ તેની ફિલ્મો ટીવીમાં ચાલતી જોવા મળે છે. સલમાને ફીલ્મી જગતમાં ઘણું નવું આપ્યું છે, જેને લોકો વારેવારે જોવાનું પસંદ કરે છે. પરંતુ વાત કરીએ સલમાનની લાઈફ સિક્રેટની તો તેની જિંદગીમાં પણ ઘણો ખરો ઉતાર-ચઢાવ આવ્યા છે. તો વધુ જાણીએ સલમાનની લાઈફના તથ્યો..
 • સલમાનનું પુરૂ નામ અબ્દુલ શરીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ૨૭ મી ડીસેમ્બર ૧૯૬૫માં થયો છે.
 • સલમાન બોલીવુડના ચર્ચિત અને બહુ ફેમસ સ્ક્રીન લેખક સલીમખાનનો દીકરો છે.
 • સલીમખાનની પહેલી પત્ની સલમાનો દીકરો સલમાન ખાન છે. બાકી સલમાનની સૌતેલી ‘માં’ હેલન છે. હેલનના બે દીકરા છે. એક અરબાજ અને બીજો સોહેલખાન.
 • સલમાન તેના કેરીયરમાં હાઈ પ્રોફાઈલ અફેરમાં રહ્યો છે. જેમાં તેનું નામ મોડલ સંગીતા બિજલાની, બોલીવુડ અભિનેત્રી સોમી અલી, એશ્વર્યા રાય બચ્ચન અને કેટરીના કૈફ સાથે જોડાયું હતું. હાલની વાત કરીએ તો એવી વાત જણાય છે અત્યારે યૂલીયા વન્તૂર સાથે દેત કરી રહ્યો છે.
 • સલમાનની સૌ પ્રથમ ફિલ્મ “બીવી હો તો ઐસી” હતી જેમાં સપોર્ટીંગ રોલ તેને કર્યો હતો. એ સમયે આ ફિલ્મ સારી એવી હિટ રહી હતી.
 • આ ફિલ્મ પછી સલમાન આગળ આવ્યો. તે પછી ૧૯૯૦માં તેની ફિલ્મ “બાગી” અને “પત્થર કે ફૂલ”, “સનમ બેવફા” અને “સાજન” બોક્સઓફીસ પર જોરદારની ચાલી હતી.
 • ૧૯૯૨ના વખતમાં “સૂર્યવંશી”, “એક લડકા એક લડકી”, “ચંદ્રમુખી” અને “દિલ તેરા આશિક” પણ સારી એવી હીટ રહી હતી.
 • ૧૯૯૪ની શરૂઆત તેની ફિલ્મ “હમ આપકે હૈ કોન” આવી હતી. આ ફિલ્મ એ તેના કેરિયરમાં સારી સફળતા આપી.
 • સલમાને એક ફિલ્મ “અંદાજ” આમીરખાન સાથે કરી હતી. એ પછી “કરણ-અર્જુન” શાહરૂખ ખાન સાથે પણ કરી હતી. જેમાં સલમાનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
 • વર્ષ ૨૦૦૦ સલમાન માટે સારૂ ન રહ્યું એ સમયમાં છ જેટલી ફિલ્મ ફ્લોપ ગઈ હતી. પણ એ સમયની “હર દિલ જો પ્યાર કરેંગા” અને “ચોરી-ચોરી ચુપકે-ચુપકે” સારી ગઈ હતી.
 • ૨૦૦૩માં ફરી કમબેક કર્યું અને “તેરે નામ” ફિલ્મમાં આવ્યો. જે આજેપણ લોકો એટલી જ પસંદ કરે છે.
 • ફિલ્મ “દબંગ” માં ઇન્સ્પેકટર ચુલબુલ પાંડેનો રોલ બધાને બહુ પસંદ આવ્યો હતો. આ ફિલ્મથી શત્રુધન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હાએ કેરિયરની શરૂઆત કરી.
 • એ પછી થયો ધડાકો – ૧૫ ઓગસ્ટ ૨૦૧૨માં “ઇક થા ટાઇગર” રીલીઝ થઇ. જે યશરાજ બેનરની પહેલી ફિલ્મ સલમાને કરી હતી. એ સમયમાં આમીરખાનની 3-ઈડિયટ્સ કરતા આ બીજા નંબરની ફિલ્મ હતી જેને વધુ કમાણી કરી હતી.
 • સલમાનની ફિલ્મ સોનમ કપૂર સાથે પણ આવેલી છે જેનું નામ “પ્રેમ રતન ઘન પાયો” છે. આ ફિલ્મએ ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી.
 • સલમાન ફિલ્મની સાથે નાના પડદામાં પણ કામ કરે છે. રીયાલીટી શો બિગબોસ લાંબા સમયથી હોસ્ટ કરી રહ્યો છે.
  ફિલ્મ અને શો સિવાય તે ધાર્મિક કાર્યો પણ કરે છે. સલમાને એક NGOની સ્થાપના કરી છે.

No comments